એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી વિરુદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હેમંત સોરેનને આજે કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એસ. ચંદ્રશેખર અને જસ્ટિસ અનુભા રાવત ચૌધરીની બેંચે ઈડી પાસેથી 9 ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આગામી સુનાવણી માટે 12 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે.