મોબાઇલ ચોરીના કિસ્સામાં નાગરિકોને મદદરૂપ થવા સરકારે એક હેલ્પલાઇન નંબર 14422 જાહેર કર્યો છે. તેની મદદથી દેશભરના લોકોએ હવે ફરિયાદ નોંધવવા માટે ભટકવુ નહી પડેય આ નંબર ડાયલ કરવાથી અથવા તો મેસેજ કરવાથી પણ ફરિયાદ નોંધાઇ જશે અને પોલીસ તથા સર્વિસ પૂરી પાડતી કંપની મોબાઇલને શોધવાના કામમાં લાગી જશે. દૂરસંચાર મંત્રાલય મે મહિના અંત સુધીમાં મહારાષ્ટ્ર સર્કલમાં તેની શરૂઆત કરશે.