રાજ્યના વાહનચાલકો માટે હેલ્મેટને લઇને સૌથી મોટા સમાચાર આવ્યાં છે. હવેથી રાજ્યમાં વાહનચાલકો માટે હેલ્મેટ ફરજીયાત પહેરવું પડશે. આ અંગેની રાજ્યના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ નિવેદન આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનો કાયદો મરજીયાત કરી દીધો હતો. જેને લઇને વાહનચાલકોને હેલ્મેટમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે હેલ્મેટનો કાયદો મરજીયાત કરવા પર રાજ્ય સરકારને ફટકારી લગાવી હતી.