ઉત્તરાખંડના ઉત્તરકાશી૬માં પૂર પ્રભાવિત મોરી બ્લોક માટે રાહત સામગ્રી આપીને પરત ફરી રહેલા એક હેલિકોપ્ટરને દુર્ઘટના નડી હતી. હેલિકોપ્ટર ક્રેશ થતાં ૧ પાઇલટ સહિત ૩નાં મોત થયાં હતા. આ હેલિકોપ્ટર જ્યારે પરત ફરી રહ્યું હતું ત્યારે વચ્ચે વીજળીના તાર આવ્યા હતા અને તેને ટાળવા માટે પાઇલટે હેલિકોપ્ટરની દિશા બદલી નાખી હતી અને આ દરમિયાન હેલિકોપ્ટર તૂટી પડયું હતું અને તેમાં ૩ લોકોનાં મોત થયાં હતાં. હેલિકોપ્ટર તૂટી પડવાની ખબર મળતાં ગામલોકો મદદે દોડયા હતા. પાઇલટ સહિત ૩ લોકોનાં બળી ગયેલા મૃતદેહો પડયા હતા. ઉત્તરાકાશીના મોરી બ્લોકમાં વાદળ ફાટતાં તબાહી મચી હતી. રાહત કામ માટે ૩ હેલિકોપ્ટર લગાડવામાં આવ્યા હતા.