ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં એનસીપીના જનરલ સેક્રેટરી શંકરસિંહ વાઘેલાનાં નિવાસસ્થાન વસંત વગડામાં ચોરી થઇ છે. આ ચોરીમાં તેમના ચોકીદારનો હાથ હોય તેવી શંકા છે. ગાંધીનગરનાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શંકરસિંહ વાઘેલાનાં ગાંધીનગરમાં આવેલા 'વસંત વગડો' ઘરમાંથી ચોકીદાર બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુર્ખા અને તેની પત્ની શારદા 3 લાખ રૂપિયા કેશ અને 2 લાખનાં દાગીના લઇને ફરાર થઇ ગયા છે. રવિવારે સાંજે આ મામલામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પેથાપુર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.જે. અનુર્કરે જણાવ્યું હતું કે, 'શંકરસિંહ વાઘેલાનાં પરિવારમાં લગ્નની તૈયારી કરતી વખતે ખબર પડી હતી કે કબાટમાંથી રોકડ અને દાગીના ગાયબ છે. સિક્યોરિટી ગાર્ડ પરિવાર સાથે ઓક્ટોબરથી ઘર છોડીને જતો રહ્યો છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે'.