ગુજરાતના દરિયા કિનારે ત્રાટકનાર સંભવિત વાવાઝોડા 'ક્યાર'ની અસરના લીધે અરબી સમુદ્રમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે આજે બપોરે ગીર સોમનાથમાં એક બોટ ઉંઘી વળી ગઈ હતી તો બીજી તરફ ભારે પવનના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સાવચેતીના પગલાંના ભાગરૂપે બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરાઈ છે. જણાવી દઈએ ક્યારના લીધે ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે.