અમદાવાદ શહેરના પોશ એરિયા નહેરુનગરમાં નહેરુનગર ચાર રસ્તા પાસે મોડી બપોર પછી ભારે ટ્રાફિક જામ સર્જાય છે. સ્ટાર બજારની સામેના ભાગે મોટાભાગે ટ્રાવેલ્સવાળાઓની ઓફિસ છે. મોડી સાંજથી આખી રાત અહીં લક્ઝરી બસવાળાઓની લાઈન જામે છે. આડેધડ ઉભી રહેતી ખાનગી ટ્રાવેલ્સની બસોને કારણે અવારનવાર ટ્રાફિકજામ સર્જાય છે. કેટલાક ડ્રાયવરો તો આ અંગે બોલનાર અહીંના નાગરિકો સાથે પણ ખરાબ વર્તન કરે છે.