અમદાવાદ શહેરના છેવાડે આવેલા નરોડા પાટીયા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. અહીં ખાનગી ટ્રાવેલ્સની બસો સાંજ પછી આડેધડ ઉભી રહી જતી હોવાથી ભારે ટ્રાફિકજામ સર્જાય છે. પિકઅવર્સ હોવાથી રિક્ષા અને ખાનગી કંપનીઓની સ્ટાફબસોની પણ અવરજવર રહે છે. ટ્રાફિક પોલીસનો પોઈન્ટ છે પણ તેમની કામગીરી દેખાતી નથી તેવી નાગરિકોની ફરિયાદ છે. ચાલનારાઓને પણ તકલીફ પડે છે.