હાલ દેશભરના અનેક રાજ્યોમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ચોમાસાની વિદાય છતાં ધોધમાર માવઠાં ચાલુ રહેતા પ્રજાજજનો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસમાં અનેક રાજ્યોમાં ચોમાસું પરત ભરવાની સંભાવના વ્યક્ત કરી છે. આ રાજ્યોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ, ઓડિશા અને આસામ સહિતના રાજ્યો સામેલ છે