રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. જે અનુસંધાને આજે એટલે કે 13 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અનો સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે જ વીજળીના કડાકા અને ભડાકા પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થઈ ગયું છે.