હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદે ખુબ તબાહી મચાવી છે અને મૂસળધાર વરસાદના કારણે અચાનક આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ આગામી 48 કલાક માટે હિમાચલ પ્રદેશના ચાર જિલ્લા માટે રેડ અલર્ટ (Red Alert for Rain) અને આઠ જિલ્લામાં ઓરેન્જ અલર્ટ બહાર પાડી છે.
ઉત્તરાખંડના આ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી
ભારતીય હવામાન ખાતાએ ઉત્તરાખંડમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારે ઉત્તરકાશી, દહેરાદૂન, ટિહરી, પૌડી, નૈનીતાલ, બાગેશ્વર, અને પિથૌરાગઢ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જેને લઈને હવામાન ખાતાએ ઓરેન્જ અલર્ટ જાહેર કરી છે. આ ઉપરાંત શનિવાર અને રવિવાર માટે દહેરાદૂન, નૈનીતાલ, બાગેશ્વર અને પિથૌરાગઢમાં યલ્લો અલર્ટ જાહેર કરાઈ છે. અહીં ભારે વરસાદ પડી શકે છે.