ગુજરાત માટે સારા સમાચાર છે. આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત તમામ વિસ્તારમાં સારો થશે. તો દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, વલસાડ, નવસારી અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ થવાનો છે. સમગ્ર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ થશે. તો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.