ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આગામી 3 દિવસમાં રાજ્યના મોટાભાગાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, ભરૂચ, કચ્છ અને સુરતમાં ભારે વરસાદ પડશે. જેને પગલે માછીમારોને દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારે વસતા લોકોને સતર્ક કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર નજીક સમુદ્રમાં લો-પ્રેશર સર્જાયુ હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.