દેશભરમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ આગામી પાંચ દિવસ સુધી દેશના વિવિધ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ગયા મહિનાની 8 તારીખે કેરળમાં દસ્તક આપ્યા બાદ ચોમાસાએ ધીમે ધીમે મોટાભાગના રાજ્યોને આવરી લીધા છે. તો હવે ફરી હવામાન વિભાગે ચોમાસાને લઈને સારા સમાચાર આપતાં કહ્યુ છે કે, આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો છે. એટલે કે હવે એવો કોઈ વિસ્તાર બાકી નથી રહ્યો કે, જ્યાં ચોમાસું ન પહોંચ્યું હોય. એજ રીતે દક્ષિણના રાજ્યો માટે આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની