હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ (Rain) પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે અતિભારે છે. જેમાં સુરત, વલસાડ અને નવસારીમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. 24 કલાકમાં સુરત, વલસાડ, નવસારીમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. 24 કલાકમાં સૌથી વધુ નવસારીમાં વધુ વરસાદની પડવાની સંભાવના છે.