દેશભરના તમામ રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને પહાડી વિસ્તારથી લઈને મેદાની વિસ્તારોમાં વરસાદના કારણે તારાજીની તસ્વીરો સામે આવી રહી છે ત્યારે હવામાન વિભાગે દેશમાં હવામાનની સ્થિતિ થોડા દિવસો સુધી આવી જ રહેવાની છે. પહાડોથી મેદાનો સુધી વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતના ભાગોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે.