ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ગઈકાલથી જ આજે વહેલી સવાર સુધી હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. આ સાથે જ હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે