રાજકીય અનિશ્ચિતતામાં ઘેરાયેલા બાંગ્લાદેશમા એક ગંભીર ઘટના બની છે. બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વ છેડા પર આવેલા કોક્ષ બજાર ઉપર આતંકી હુમલો થયો હોવાના સમાચાર મળ્યા છે. બાંગ્લાદેશની ઇન્ટર સર્વિસીઝ પબ્લિક રીવેશંસ (આઈએસપીઆર) એ એક નિવેદન પ્રસિદ્ધ કરી આ માહિતી આપી છે. આ ઘટનામાં ૬ જણા ઘાયલ થયા હોવાનું પણ ખબર મળ્યા છે.