જમ્મુ-કાશ્મીરમાં ખીણ વિસ્તારમં શનિવારે સિઝનની પહેલી હિમવર્ષા નોંધાઈ હતી. શિયાળાના પ્રારંભ બાદ પહેલીવાર જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં ૩ ઇંચ, અહરબાલમાં ૧૦, મંઝગામમાં ૮, ડીએસપોરામાં પાંચ, કુલગામમાં ૪, કુંદમાં ૮, બારામૂલા અને કુપવાડામાં પાંચ-પાંચ ઇંચ હિમવર્ષા નોંધાઈ હતી. જમ્મુ-કાશ્મીરના હિલ સ્ટેશનોમાં શનિવારે બે થી ૩ ફૂટ જેટલી હિમવર્ષા નોંધાઈ હતી. ભારે હિમવર્ષાના કારણે જવાહર ટનલ ખાતે ભારે બરફ જમા થઈ જતાં જમ્મુ-શ્રીનગર હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. કેટલાક સ્થળોએ ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ હતી. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લદ્દાખ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે.