કાશ્મીરમાં શરૂ થયેલા ૪૦ દિવસના ચિલ્લાઈ કલાનની અસર ધીમે ધીમે ઘેરાતી જાય છે. છેલ્લાં બે-ત્રણ દિવસમાં કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ અહીંયા રવિવારથી શરૂ થયેલી બરફવર્ષા સોમવારે પણ યથાવત્ રહી હતી. મોટાપાયે બરફ પડવાના પગલે હિમાચલમાં આવેલા જાણીતા પર્યટન સ્થળો સિમલા અને મનાલીમાં લોકો ફસાઈ ગયા હતા. બંને પ્રદેશોને દેશ સાથે જોડતા રસ્તા બંધ કરવા પડે તે સ્થિતિ ઊભી થઈ હતી. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સોમવારે સિમલાના કુફરીમાં ૩૦ સેમી બરફ પડયો હતો જ્યારે ડેલહાઉસીમાં ૩૨ સેમી અને ચમ્બા જિલ્લામાં ૧૪ સીએમ વરસાદ પડયો હતો. કેલોન્ગ, કલ્પ, સિમલા, ડેલહાઉસી અને કુફરીમાં તાપમાન શૂન્યથી ઘણું નીચે જતું રહ્યું હતું. કેલોન્ગ માઈનસ ૬.૭ ડિગ્રી સાથે રાજ્યનો સૌથી ઠંડો સ્થળ બની ગયું હતું. બીજી તરફ કલ્પમાં માઈનસ ૩.૪ ડિગ્રી અને મનાલીમાં માઈનસ ૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડેલહાઉસી, કુફરી અને સિમલામાં અનુક્રમે માઈનસ ૩.૪, માઈનસ ૨.૪ અને માઈનસ ૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.