ઉત્તરાખંડના કેદારનાથ ધામના દરવાજા છ મહિના સુધી બંધ રહ્યા બાદ મંગળવારે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. જોકે અહીંનો સમગ્ર વિસ્તાર બરફની ચાદરથી ઢંકાયેલો છે. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત હિમવર્ષા થઈ રહી છે. આ સાથે વરસાદના કારણે કડકડતી ઠંડી પણ પડી રહી છે. જો કે આ બધાની વચ્ચે પણ હજારો ભક્તો બાબા કેદારનાથના દર્શન કરવા પહોંચ્યા હતા.
બીજી તરફ હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ કેદારનાથ અને આસપાસના વિસ્તારોમાં 29 એપ્રિલ સુધી હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. આ કારણોસર, ઉત્તરાખંડ સરકારે કેદારનાથની નોંધણી આગામી તારીખ 30 એપ્રિલ સુધી સ્થગિત કરી દીધી છે. સરકારે યાત્રાળુઓને હાલમાં જ્યાં રોકાયા છે ત્યાં જ રહેવાની સૂચના આપી છે.