ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં શિયાળો બરાબર જામતો જાય છે. હિમાચલ અને કાશ્મીરમાં સતત બીજા દિવસે પણ ભારે બરફવર્ષા થઈ હતી. જેને પગલે આ બંને રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે હિમાચલના કેટલાક વિસ્તારો તથા કાશ્મીરમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ હતી. આ રાજ્યોમાં થયેલી બરફવર્ષાની અસર મંગળવારે મેદાની રાજ્યોમાં ઓછી જોવા મળી હતી. ઠંડા પવનોના અભાવે દિલ્હી, પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં ઠંડીમાં રાહત જોવા મળી હતી. દિલ્હીમાં ૬.૩ ડિગ્રી સુધી પહોંચી ગયેલું તાપમાન મંગળવારે સરેરાશ ૧૫થી ૧૭ ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં પણ ઠંડીમાં રાહત જોવા મળી હતી.