ઑસ્ટ્રિયામાં ભારે હિમસ્ખલનના કારણે 8 લોકોના માર્યા ગયાના સમાચાર છે. એનાડોલુ એજન્સીના જણાવ્યા મુજબ આ સપ્તાહે પશ્ચિમ ઑસ્ટ્રિયામાં આવેલા હિમસ્ખલનના લીધે 8 લોકોના જીવ ગયા છે. વિએના સ્થિત સ્કી રિસૉર્ટમાં રજાઓના કારણે મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો આવ્યા હતા. ખૂબ ઝડપી પવનો અને હિમવર્ષાના કારણે હિમસ્ખલનનુ જોખમ ઘણુ વધી ગયુ હતુ.