ઉત્તરાખંડમાં ફરી એક વખત મૂશળધાર વરસાદ, વાદળ ફાટવા અને અચાનક આવેલા પૂરે ભારે વિનાશ વેર્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ પ્રાકૃતિક આપત્તિમાં ૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે. નૈનીતાલ અને અન્ય ક્ષેત્રોનો દુનિયા સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. મૂશળધાર વરસાદના કારણે કુમાઉ ક્ષેત્ર પર સૌથી વધુ ગંભીર અસર થઈ છે. રાજ્યમાં બચાવ કાર્ય માટે એનડીઆરએફની ૧૫ ટીમો તૈનાત કરાઈ છે, જેમણે ૩૦૦થી વધુ લોકોને પૂરગ્રસ્ત વિસ્તારમાંથી સલામત સ્થળે ખસેડયા છે. નૈનીતાલ જિલ્લાના રામગઢમાં વાદળ ફાટયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ વરસાદના કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.