બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતા દક્ષિણના રાજ્યોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાતા હાહાકાર મચી ગયો છે. આંધ્રપ્રદેશમાં વરસાદી ઘટનાઓમાં બાળકો સહિત ૨૫નાં મોત થયા છે. તે સિવાય ૧૭ લોકો લાપતા બની જતાં તેમની શોધખોળ શરૃ કરવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સની ૧૭ ટૂકડીએ બચાવ કામગીરી શરૃ કરી છે.
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદના કારણે તબાહી સર્જાઈ ગઈ છે. કેટલાય જિલ્લા પૂરપ્રભાવિત બન્યા હતા. અસંખ્ય ગામડાં સંપર્કવિહોણા બની ગયા છે. નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ, પોલીસ ફોર્સ, ફાયર બ્રિગેડના જવાનોએ વરસાદ અને પૂર પ્રભાવિત જિલ્લાઓમાં બચાવ કામગીરી આદરી હતી. એ દરમિયાન પાણીમાં ફસાયેલા ૭૦ જેટલાં લોકોને બચાવાયા હતા.