આ વર્ષે ગુજરાતમાં મેઘ રાજાની મહેર જોવા મળી છે. વિદાયના સમયમાં પણ મેઘ રાજા મનમૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં મેઘ મહેરના કારણે તમામ નદીંઓ અને ડેમ પાણીથી છલકાઈ ગયા છે. ઉકાઈ ડેમ પણ તેની ભયજનક સપાટીથી માત્ર 5 ફૂટ દૂર છે. ઉકાઈ ડેમની જળ સપાટી જાળવી રાખવા માટે જેટલુ પાણી હથનુર ડેમમાંથી છોડાઈ રહ્યું છે, તેટલુ પાણી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે.
પાણી છોડવાના કારણે દસ જેટલા ગામડાઓ પણ સંપર્ક વિહોણા થયા હતા. તો બીજી તરફ સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા અને ભરૂચ જિલ્લાના કેટલાક ગામડાના લોકોને છેલ્લા પાંચથી છ દિવસથી પૂરની પરિસ્થિતિનો સમાનો કરી રહ્યા છે. જેના કારણે નર્મદા ડેમમાંથી ઓછું પાણી છોડવાની રજૂઆત ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા નિગમને કરવામાં આવી હતી.
આ પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિદાયના સમાયમાં પણ મેઘ રાજા રાજ્યના કેટલાક વિસ્તારોમાં મનમૂકીને વરસીને જશે. હાલ ગુજરાત પર બે સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રિય થવાના કારણે હવમાન વિભાગે આગીમ ત્રણ દિવસ સુધી દક્ષીણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આજના દિવસે છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, દમણમાં અતિભારે અને પંચમહાલ, દાહોદ, સુરત, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.