દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર બાદ હવે ફરી એકવાર ઉત્તર ભારતમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારે ઉત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે રવિવારના રોજ જણાવ્યું હતું કે, તા. 25 જુલાઈથી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. જેમા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.