મુંબઇમાં 24 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે મુંબઇ અને તેની આસપાસનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે વરસાદની તિવ્રતા ઘટી શકે છે.