દેશની આર્થિક રાજધાની મુંબઇમાં કોરોના મહામારીના કાળા કેર વચ્ચે મંગળવાર સાંજથી વરસી રહેલા મુશળધાર વરસાદે સામાન્ય જનજીવન ઠપ કરી દીધું હતું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૯૭૪થી ૨૦૨૦ વચ્ચે મુંબઇમાં ચોથીવાર આટલો મુશળધાર વરસાદ વરસ્યો છે. બુધવારે સવારે ૮:૩૦ કલાક સુધીમાં ૨૪ કલાકમાં સાન્તાક્રુઝ ઓબ્ઝર્વેટરી ખાતે ૨૮૬.૪ મીમી વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત નવી મુંબઇમાં ૩૦૪ મીમી, નેરુલમાં ૩૦૧.૭ મીમી, સીબીડી બેલાપુરમાં ૨૭૯.૮ મીમી, સાનપાડામાં ૧૮૫.૧ મીમી, વાશીમાં ૧૭૯.૫ મીમી, કોલાબામાં ૧૪૭.૮ મીમી, ઘનસોલીમાં ૧૩૬.૯ મીમી, થાણેમાં ૧૧૯.૮ મીમી વરસાદ નોંધાયો હતો.