મુંબઇમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે. જેમાં સતત વરસાદ(Rain)ના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાવવાના કારણે મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો છે. જેમાં દાદરના હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાવવા લાગ્યું હતું. જ્યારે આ દરમ્યાન સમુદ્રમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. તેમજ આજે બપોરે 1.51 વાગે સમુદ્રમાં 4.41 મીટરની હાઇ-ટાઈડ જોવા મળી હતી. વરસાદના કારણે તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. બીએમસી દ્વારા અનેક વિસ્તારોમાં પાણી ખાલી કરવાની કામગીરી શરૂ કરી દેવમાં આવી છે. જો કે મુંબઈના દર વર્ષે સામાન્ય વરસાદ પણ પાણી ભરાઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.