કચ્છના કેટલાક વિસ્તારોમાં બુધવારે મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. જ્યારે આજે ગુરુવારે વિવિધ વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. લખપતના દયાપર અને માતાના મઢ ખાતે ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા. જ્યારે ખાવડા અને આસપાસના વિસ્તારોમાં કરા સાથે 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સવારે ખાવડા,પૈયા,અબડાસાના ડુમરા સહિતના વિસ્તારોમાં કરા પડ્યા હતા. આ વરસાદ ખેડૂતો માટે મુસીબત ઊભી કરી છે.