જામનગર માં ફરી એકવાર પૂર સ્થિતિ ઉદભવવાના એંધાણ છે. જામનગરના જોડિયામાં આજે સવારથી જ વરસાદ તૂટી પડ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી જોડિયામાં 7.5 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં જોડિયા માં ભારે વરસાદ તૂટી પડ્યો છે.
જામનગર ના જોડિયા તાલુકામાં આજે માત્ર 6 કલાકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ધ્રોલ તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ફરીથી તોફાની બેટિંગની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. જોડિયા પંથકમા હજી પણ વરસાદનું તોફાની તાંડવ ચાલી રહ્યું છે. રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જો આવો ને આવો વરસાદ વરસતો રહેશે, તો જામનગરમાં ફરી પૂરની સ્થિતિ ઉદભવી શકે છે.