જામનગર જિલ્લા અને શહેરમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. જામનગર શહેરમાં જ છેવાડાના વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે. જ્યારે જિલ્લાના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. આ અંગે જે જે વીડિયો અને તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે. ભારે વરસાદને પગલે જામનગરથી કાલાવડ અને રાજકોટ તરફના બંને રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જામનગર કલેક્ટર સાથે વાતચીત કરીને લોકોને રેસ્ક્યૂ કરવાની સૂચના આપી છે. જામનગરના જિલ્લાના અલિયાબાડા, જાંબુડા, બલચડી, મોટી બનુગર, સપડા, બેરજા (પસાયા) પંથકમાં હોનારતના અહેવા મળી રહ્યા છે. અહેવાલ પ્રમાણે અહીં 20-25થી ઇંચ વરસાદ ખાબકી ગયો છે. બલાચડી રોડ ઉપર 20 ફૂટ પાણી હોવાના અહેવાલ છે.