છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતાં ભારે ઉકળાટ અને બફારો થઈ ગયો હતો. જેના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદના સરખેજ, પ્રહ્લાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ. જી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદથી ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. વરસાદના લીધે એસ.જી હાઇવે સહિત શહેરના અનેક માર્ગો પર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા.