ગુજરાતમાં ફરીથી ચોમાસું જામવાના એંધાણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આઠ સપ્ટેમ્બરથી એટલે આવતી કાલથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં આગામી 8 અને 9 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવાઇ છે. આ સાથે રાજ્યમાં એનડીઆરએફની સાત ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.