ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વચ્ચે મંગળવારે 155 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાતાં ખેડૂતો અને સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં એલર્ટ આપવામાં આવી છે. જેને કારણે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. નોંધનીય છે કે, રાજ્યમાં 1જુનથી 31 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 583.6 મિ.મી. સામે 294.9 મિ.મી. વરસાદ પડતાં 49 ટકા ઓછો વરસાદ પડ્યો છે.
દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓ એલર્ટ પર
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ આ ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે અલર્ટ જાહેર કરાયુ છે. આ ત્રણ જિલ્લામાં NDRFની ટીમને સ્ટેંડબાય રાખવામાં આવી છે. તો વડોદરાથી NDRFની વધુ એક ટીમ દક્ષિણ ગુજરાત મોકલાશે. તો પોરબંદર અને દેવભૂમિ દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. જોકે, સૌરાષ્ટ્રમાં NDRFની ટીમ મોકલવી કે કેમ તે આગામી આગાહીના આધારે નિર્ણય કરવામાં આવશે.