ચોમાસુ પુરૂ થવા આવ્યું છે ત્યારે બીજી તરફ કેરળમાં ભારેથી અતી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે રાજ્યના અનેક જિલ્લાઓનો સંપર્ક તુટી ગયો છે અને અનેક પુલ પણ તુટી જવાથી હજારો લોકો સંપર્ક વિહોણા થઇ ગયા છે.
સાથે જ લેંડસ્લાઇડની ઘટનાઓ પણ સામે આવી છે. કેરળમાં ભારે વરસાદથી આવેલા પુરને પગલે અત્યાર સુધીમાં 26 લોકોના મોત નિપજ્યા છે. દક્ષિણ અને મધ્ય કેરળમાં વરસાદથી તબાહી મચી ગઇ છે. કોટ્ટાયમ અને ઇડુક્કીમાં વરસાદે વર્ષોનો રેકોર્ડ તોડયો છે. અહી વાદળ ફાટવાની પણ ઘટના સામે આવી છે.