સૌરાષ્ટ્ર પંથકના ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં 4 કલાકમાં ધોધમાર 6 ઈંચ અને તાલાલામાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ જૂનાગઢમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો.વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. વાવણી કર્યા બાદ વરસાદ પડતાં ખેતરમાં ઉભા પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.