હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. તો આજે વહેલી સવારથી રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર સહિતના જિલ્લા તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો કેટલીક જગ્યાએ વરસાદ સાથે કરા પણ પડ્યા છે.