ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને છેલ્લા બે ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ક્યાક ધોધમાર તો ક્યાક છુટોછવાયો વરસાદ વરસ્યો છે. જો કે હજુ પણ અનેક જિલ્લાઓમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે વહેલી સવારે સુરત, નવસારીમાં ધીમીધારે જ્યારે વલસાડ અને અંકલેશ્વનરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.