મહારાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી પુણે ઉપર આજે બારે મેઘ ખાંગા થઈને વરસતા છેલ્લા ૩૨ વર્ષમાં ન થઈ હોય એવી અતિવૃષ્ટિને કારણે હાહાકાર મચી ગયો હતો. વિનાશકારી વરસાદને કારણે ચાર જણે જીવ ગુમાવ્યો હતો. પુરગ્રસ્ત પુણે અને આસપાસના વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવા માટે લશ્કરની મદદ લેવામાં આવી છે, એટલું જ નહીં દુર્ગમ ભાગોમાં ફસાયેલાને જરૂર પડયે હેલિકોપ્ટરથી એરલિફટ કરવાનો સરકારે આદેશ આપ્યો છે. પુણે નજીકના તામ્હીણી ઘાટમાં છેલ્લાં ચોવીસ કલાકમાં લગભગ ૨૨ ઈંચ વરસાદ પડયો હચો