મુંબઇમાં મોડીરાતથી પડી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ત્યારે અનેક લોકો રેલવે સ્ટેશન પર પણ ફસાયા છે.
મુંબઇમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયાં છે. દાદર, કુર્લા સ્ટેશન, ચેમ્બુરમાં સોસાયટીમાં પાણી ભરાયા છે. ગોરેગાવ, સાયન રેલવે સ્ટેશનમાં પણ પાણી ભરાયું છે. ભારે વરસાદને કારણે સેન્ટ્રલ રેલવેની 4 લાઇન ઠપ જોવા મળી છે. જો કે હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મુંબઈમાં રસ્તાઓ પર અનેક સ્થળે પાણી ભરાઈ જવાના કારણે તથા હવામાન વિભાગના એલર્ટને ધ્યાને લઈ BMCએ તમામ સરકારી અને ખાનગી સંસ્થાનોમાં આજે રજા જાહેર કરી દીધી છે. આ દરમિયાના માત્ર ઇમરજન્સી સેવાઓને જ મંજૂરી હશે. બીજી તરફ નગર નિગમના આયુક્તે લોકોને જરૂર ન હોય તો ઘરની બહાર ન જવાની અપીલ કરી છે.