મુંબઈમાં લાગલગાટ બીજા દિવસે વરસાદનું જોર ચાલુ રહેતા જનજીવન બેહાલ બની ગયું હતું. 106 કિમીની ઝડપે આંધી ફૂંકાતા અનેક સ્થળે વૃક્ષ પડી ગયા હતા અને ઠેર ઠાર પાણી ભરાયા હતા. મુંબઈની સાથે પાલઘર, પૂણે, સતારા, કોલ્હાપુર, થાણે, રત્નાગિરી, રાયગઢમાં ભારે વરસાદ થયો હતો. રાહત અને બચાવ માટે એનડીઆરએફની 15 ટીમ તૈયાર રખાઈ છે. રાયગઢમાંથી 63 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા હતા. બુધવારે સવારે 8.30થી રાત્રે 8.30 સુધીના 12 કલાકમાં કોલાબામાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો. મસ્જિદબંદર અને ભાયખલા વચ્ચે ટ્રેક પર પાણી ભરાતા 2 લોકલ ટ્રેનમાં ફસાયેલા 250 લોકોને એેનડીઆએફ એેનડીઆએફ ટીમે બચાવ્યા હતા.
ખાસ કરીને દક્ષિણ અને મધ્ય મુંબઈમાં વધુ જોરદાર વરસાદ પડતો હતો. મંગળવારે સવારે 8.30થી બુધવારે સવારે 8.30 સુધીના 24 કલાકમાં કોલાબામાં બે ઈંચ અને સાંતાક્રુઝમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. મોસમનો કુલ વરસાદ અનુક્રમે 83 ઈંચ અને 90 ઈંચ પડ્યો છે.
મુંબઈ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે બુધવારે અતિવૃષ્ટિથી ઠેર ઠેર જળબંબાકારને લીધે પરિસ્થિતિ અત્યંત ભયાવત બની ગઈ હતી. ઠેકઠેકાણે મુંબઈના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. ખાસ કરીને દક્ષિણ મુંબઈને સૌથી વધુ અસર થઈ હતી, જ્યાં ચોપાટીનાં પાણી પહેલી જ વાર રસ્તાઓ પર આવી ગયાં હતાં. અનેક દુકાનો, ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં, જ્યારે જેજે હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. અનેક ઠેકાણે હોર્ડિંગ્સ, દુકાનનાં પાટિયાં તૂટી પડ્યાં હતાં. મોટાં મોટાં ઝાડ મૂળથી ઊખડી પડ્યાં હતાં, જેમાં અનેક વાહનોને નુકસાન થયું હતું. દરમિયાન પાલઘર, રાયગઢ, રત્નાગિરિ સહિત રાજ્યભરમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો, જેને લીધે જનજીવન ઠપ થઈ ગયું હતું.
બુધવારના વરસાદે દક્ષિણ મુંબઈને સૌથી વધુ અસર કરી હતી. ચોપાટી, બાબુલનાથ, નાનાચોક, મરીન લાઈન્સ, બ્રીચકેન્ડી, પરેલ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આગામી 24 કલાકમાં પણ મુંબઈ સહિત રાજ્યમાં અતિવૃષ્ટિની આગાહી વેધશાળાએ કરી હતી.
પીએમ મોદીએ આપ્યું મદદનું આશ્વાસન
આ બાજુ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આફતનો વરસાદ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને તેમને પૂરેપૂરી મદદનું આશ્વાસન આપ્યું છે.
પીએમ કાર્યાલય એક ટ્વિટમાં જણાવ્યું કે 'પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઉત્પન્ન થયેલી સ્થિતિ પર વાત કરી.