અમદાવાદ શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ગઇકાલ રાતથી ભારે ઉકળાટ બાદ આજે વહેલી સવારે અસહય બફારો પણ હતો. જેના પગલે વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની શરૂઆત થઇ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 44 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 29 ડિગ્રી રહેશે.