હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. બિયાસ નદીમાં પૂરથી કુલ્લુ તેમજ આસપાસના વિસ્તારોમાં જનજીવન ઠપ્પ થયું છે. પૂરના પાણી નેશનલ હાઇવે પર પણ ફરી વળ્યા હતા. જેના કારણે કુલ્લુ-મનાલી ફરવા આવતા પર્યટકો ફસાઇ ગયા છે. પૂરની સ્થિતિને જોતા વહીવટીતંત્રએ નદીની આસપાસ રહેતા લોકોને તેમના ઘર ખાલી કરવાની સૂચના આપી દીધી છે.