ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબી સમુદ્રામાં લો પ્રેશર યથાવત છે અને તે વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. આ વાવાઝોડું 3 જૂન સુધી દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ત્રાટકી શકે છે. 4-જૂન સુધી દરિયો તોફાની રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે માછીમારોને દરિયો ના ખેડવાની સલાહ અપાઈ છે.
બીજી તરફ સાઈક્લોનની અસર જોવા મળી રહી છે. સુરત અને વાપી સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપી છે.
રાજ્યમાં વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના ગિરસોમનાથ, વેરાવળ, માંગરોળ અને રોજી બંદર પર-1 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જ્યારે નવસારીમાં કાંઠા વિસ્તારના તમામ સરપંચ-તલાટીઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે સુરત ખાતે વાવાઝોડાના પગલે NDRFની ટીમ ફાળવવામાં આવી છે.
જણાવી દઈએ કે, રવિવારે જ ભારતીય હવામાન વિભાગે એલર્ટ કરતા જણાવ્યું હતું કે, અરબ સાગરમાં સર્જાઈ રહેલા લો ડિપ્રેશન 48 કલાકમાં ચક્રવાતી સાઈક્લોનમાં ફેરવાઈ જશે, જે 3 જૂને સવારે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારને ધમરોળી શકે છે. જેને પગલે 2-4 જૂન માટે મહારાષ્ટ્રના દક્ષિણ કાંઠા, 2-3 જૂન ઉત્તર કાંઠા અને ગુજરાત, દમણ અને દીવ અને દાદરા નગર હવેલામાં 3-5 જૂન સુધી ભારે વરસાદનું અનુમાન છે.