વલસાડ જિલ્લામાં સરેરાશ પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ઉમરગામમાં છેલ્લા 20 કલાકમાં ચાર ઈંચ વરસાદ થતાં જળબંબાકાર થયું છે અને જનજીવન પ્રભાવિત થયું હતું. દક્ષિણ ગુજરાતની નદીઓ બે કાંઠે વહી રહી છે અને આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. જોકે વહીવટી તંત્ર દ્વારા અગમચેતીનાં પગલાં લેવાયા છે. ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.