હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે આજે શુક્રવારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ અરવલ્લી, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદ ખાબકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, ગીરસોમનાથમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે