મુંબઈમાં ગતરાત દરમિયાન અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી મુંબઈના ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા છે. હિંદમાતા, કિંગ સર્કલ, સાયન, દહિસર, અંધેરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. નિચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલી સર્જાઇ છે. હવામાન વિભાગે મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે.