રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થવા જઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અપર એર સાયક્લોનિક સક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં દક્ષિણ- ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડશે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે, તેના લીધે સારા વરસાદની આગાહી છે.